ગાંધીનગરઃ ACB દ્વારા ગાંધીનગરમાં ગુજરાત સરકારના ઊર્જાવિભાગમાં ફરજ બજાવતા વિદ્યુત નિરીક્ષણ કચેરીના ક્લાસ-વન ઓફિસર એ.બી. ચૌધરીની ધરપકડ કરવામાં આવી. સોલાર પેનલનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવાના બદલામાં રૂ. 5 લાખની લાંચ લેતાં હોવાની ફરિયાદના આધારે ACBએ ટ્રેપ ગોઠવીને તેને ઝડપી લીધો હતો. આ અટકાયત બાદ અધિકારીના ઘર અને કારમાંથી મોટા પ્રમાણમાં રોકડ તેમજ દાગીના મળ્યા છે.
ગાંધીનગરના લાંચિયા ક્લાસ-1 અધિકારીની કારથી રૂ. 5 લાખ અને તેના ઘરેથી રૂ. 1.76 કરોડની રોકડ સહિત રૂ. રૂ. 2.64 કરોડની મતા મળી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી ક્લાસ-1 અધિકારીએ માત્ર એક જ અઠવાડિયામાં સોલાર પેનલની 100 જેટલી ફાઇલ ધડાધડ ક્લીયર કરી છે.

