ટિટોડીનાં ઇંડાં અને વરસાદનો સંકેત!

Wednesday 03rd June 2026 06:10 EDT
 
 

લોકવાયકા મુજબ ટિટોડીનાં ઇંડાં મૂકવાની જગ્યા અને દિશા પરથી આગામી ચોમાસાના વરતારા નક્કી થતા હોય છે. આ વર્ષે ટિટોડીએ અમદાવાદના ખોખરા વિસ્તારમાં જમીનથી ઊંચા સુરક્ષિત સ્થાને ચાર ઇંડાં મૂક્યાં છે. કહેવામાં આવે છે કે, ટિટોડી ઊંચા ભાગે ઇંડાં મૂકે તો ભારે વરસાદ અને પૂરના સંકેત આપે છે, જેથી ઇંડાં સુરક્ષિત રહે. હવે પ્રકૃતિના આ સંકેતો કેટલા સાચા ઠરે છે તે આવનારો સમય જ બતાવશે.


comments powered by Disqus