નવી દિલ્હીઃ દેશની સરહદ પરના 244 સંવેદનશીલ જિલ્લામાં દુશ્મન દેશો હુમલો કરે તે પહેલાં જ એલર્ટ મળી જશે. આ વિશેષ એલર્ટ સિસ્ટમ લગાવવા પર હાલ કેન્દ્ર સરકાર દ્વારા કામગીરી શરૂ કરાઈ છે. ઓપરેશન સિંદૂર સમયે પાકિસ્તાને રાજસ્થાનથી લઈને જમ્મુ-કાશ્મીર સુધીની સરહદે અનેક ડ્રોન છોડ્યા હતા અને લોકોમાં ભય ફેલાવવા પ્રયાસ કર્યો હતો. આવા જ હુમલાનો સામનો કરવામાં મદદરૂપ આ એલર્ટ સિસ્ટમ પર હાલ કામ ચાલી રહ્યું હોવાના અહેવાલો છે.

