બંદૂક લઈ નાચતા ભાજપના સાંસદ સામે ગુનો નોંધાયો

Wednesday 03rd June 2026 06:44 EDT
 
 

સંખેડા: છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાઈ આવતાં બોર્ડ બન્યું હતું. જેના ઉત્સાહમાં છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામસિંહ અને નવા નિમાયેલા તાલુકા પંચાયત પ્રમુખ રમેશ રાઠવા વિજયોત્સવ મનાવી રહ્યા હતા. જેમાં બંદૂક લઈને નાચતા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. છોટાઉદેપુર પોલીસે સાંસદ તેમના પુત્ર અને તાલુકા પંચાયતના પ્રમુખ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.
છોટાઉદેપુર તાલુકા પંચાયતની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 13 અને આમ આદમી પાર્ટીને પણ 13 બેઠકો મળી હતી. જેમાં બંને પક્ષો વચ્ચે ટાઇ પડતાં બોર્ડ બનાવવા માટે ભારે મથામણ હતી, પરંતુ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ટાણે આપના 3 સભ્યો ગાયબ થયા હતા અને ભાજપનું બોર્ડ બની ગયું હતું.


comments powered by Disqus