ઇન્ડિયન એરફોર્સ અને ડીઆરડીઓએ ઓડિશાના ચાંદીપુરસ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી હવાથી જમીન પર લક્ષ્ય ભેદનારી અત્યંત આધુનિક રુદ્રમ-2 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. ડીઆરડીઓ અને એરફોર્સે સુખોઈ-30 ફાઇટર પ્લેનથી રુદ્રમ-2 મિસાઇલની એન્ટિ રેડિએશન મિસાઇલની તમામ ઉપપ્રણાલીઓની ક્ષમતા સાબિત થઈ છે. રક્ષામંત્રાલય મુજબ મિસાઇલે લોન્ચ બાદ પોતાને સફળતાપૂર્વક પહેલેથી નક્કી ટાર્ગેટ ભેદી નાખ્યું હતું.

