શાપરમાં રાજ્યનો સૌપ્રથમ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ

Wednesday 03rd June 2026 06:42 EDT
 
 

રાજકોટઃ શાપરમાં ‘હરિત ગ્રામ પંચાયત પ્રોજેક્ટ’ હેઠળ છેલ્લા 6 મહિનાથી 2 એકર જગ્યામાં અત્યાધુનિક સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ કાર્યરત્ કરાયો છે. રાજ્યમાં આ પ્રકારનો આ પ્રથમ પ્રોજેક્ટ છે, જે ગ્રામીણ સ્તરે કચરાના નિકાલ સાથે કમાણીનું પણ મોડેલ બન્યો છે.
શાપર ગ્રામ પંચાયતનાં કુલ 4 હજાર ઘર પૈકી પ્રથમ તબક્કામાં 1300 ઘરને આ પ્રોજેક્ટમાં સાંકળી લેવાયાં છે. એક ટિપરવાન મારફતે આ 1300 ઘરેથી રોજનો 1 ટન ભીનો અને સૂકો કચરો એકઠો કરાય છે. આ કચરો ઘરેથી જ અલગ રહે તે માટે દરેક રહેણાક મકાનમાં ભીના અને સૂકા કચરા માટે બે અલગ-અલગ ડસ્ટબિન અપાઈ છે. પ્લાન્ટ પર 11 કર્મચારીની ટીમ દ્વારા કચરાને વૈજ્ઞાનિક ઢબે અલગ કરાય છે. જેમાં સૂકા કચરાને જુદો પાડીને ભંગારમાં વેચી દેવાય છે. ભીના કચરાથી વર્મી કમ્પોસ્ટ પદ્ધતિ દ્વારા ઉચ્ચ ગુણવત્તાયુક્ત અળસિયાનું ખાતર બનાવાય છે. આ તૈયાર થયેલું ઓર્ગેનિક ખાતર ‘શાપર ગ્રામ પંચાયત’ના નામે ખેડૂતોને વેચવામાં આવે છે.
કચરાથી પણ પૈસા બનાવી શકાય
સરપંચ જયેશભાઈ કાકડિયાએ જણાવ્યું હતું કે, ‘સરકારે આ હેતુ માટે અમને 2 એકર જગ્યા ફાળવી છે. રૂ. 58 લાખની પ્રોજેક્ટ કોસ્ટ ધરાવતા આ પ્લાન્ટ માટે ‘સીઆઇએ ઇન્ડિયા મલ્ટિનેશનલ કંપની’ના CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) ફંડથી આર્થિક સહયોગ મળ્યો છે. હાલમાં આ પ્લાન્ટનું સંચાલન પુણેની એક કંપની દ્વારા ‘સીવાયડીએ’ (CYDA)ના માધ્યમથી થઈ રહ્યું છે. હાલ આ પ્રોજેક્ટ ‘નહીં નફો, નહીં નુકસાન’ના ધોરણે ચાલી રહ્યો છે. ટૂંક સમયમાં જ આ પ્લાન્ટ નફો કરતો થઈ જશે.

શાપરમાં ‘હરિત ગ્રામ પંચાયત પ્રોજેક્ટ’ હેઠળ છેલ્લા 6 મહિનાથી 2 એકર જગ્યામાં અત્યાધુનિક સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ કાર્યરત્ કરાયો છે. રાજ્યમાં આ પ્રકારનો આ પ્રથમ પ્રોજેક્ટ છે, જે ગ્રામીણ સ્તરે કચરાના નિકાલ સાથે કમાણીનું પણ મોડેલ બન્યો છે.


comments powered by Disqus