કોલકાતાઃ પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસ સાંસદ અને પૂર્વ સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પર શનિવારે અજ્ઞાત લોકોએ હુમલો કર્યો હતો. તેમને રસ્તા પર ઘેરી ઝપાઝપી કરી અને પથ્થર પણ ફેંક્યા હતા.
અભિષેક સોનારપુરમાં ચૂંટણી પછી થયેલી હિંસાના પીડિત કાર્યકરોના પરિવારને મળવા પહોંચ્યા હતા. પોલીસે જણાવ્યું કે સ્થાનિક લોકોએ પહેલા ધક્કામુક્કી કરી, ત્યારબાદ અજ્ઞાત લોકોએ પથ્થર, જૂતાં અને ઈંડાં ફેંક્યાં હતાં. હંગામાની વચ્ચે અભિષેકને હેલમેટ પહેરાવીને બહાર કઢાયા હતા. આ અંગે મમતા બેનર્જીએ કહ્યું, હવે શાસકો હત્યારા બની ગયા છે.

