‘કૌન બનેગા કરોડપતિ’ના નામે વૃદ્ધને રૂ. 13.51 લાખનો ચૂનો લગાવાયો

Wednesday 03rd June 2026 06:44 EDT
 
 

સુરતઃ સોશિયલ મીડિયા પર ‘કૌન બનેગા કરોડપતિ’ના નામે નકલી લોટરીની લોભામણી જાહેરાતો આપીને નિર્દોષ લોકોને સકંજામાં લેતી આંતરરાષ્ટ્રીય ફ્રોડ ગેંગનો સુરત શહેર સાઇબર સેલે પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાનથી ઓપરેટ થતા આ કૌભાંડમાં સુરત પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ લંબાવીને આસામના નાગાંવ ખાતેથી બે આરોપી ઈજાજુલ હક જલાલુદ્દીન અને મુજફ્ફર અલી સમસુલ હકની ધરપકડ કરી છે.
ઉધના દરવાજા શાસ્ત્રીનગર ખાતે રહેતા અને પાંડેસરાની મિલથી ઓફિસ વર્ક કરીને નિવૃત્ત થયેલા 64 વર્ષીય સોમૈયા દાસરી ફેસબુક જોઈ રહ્યા હતા, ત્યારે KBCની લિન્ક પર ક્લિક કરીને એક વ્હોટ્સએપ ગ્રૂપમાં જોડાયા હતા. સામે પક્ષેથી ઠગે પોતાનું નામ ‘રાહુલ ખન્ના’ જણાવી મેસેજ કર્યો હતો કે, ‘કૌન બનેગા કરોડપતિમાં તમારો જવાબ સાચો પડ્યો છે અને તમે રૂ. 8.50 લાખ જીત્યા છો.’ ત્યારબાદ વિશ્વાસ જીતવા માટે અમિતાભ બચ્ચન, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, કેબીસી સેટ અને દિલ્હી હાઇકોર્ટના લોગોવાળા ફેક વીડિયો મોકલ્યા હતા.


comments powered by Disqus