અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે ખુલ્લો મુકાયો

Tuesday 03rd March 2026 13:24 EST
 

અમદાવાદઃ ભારતમાલા પરિયોજના હેઠળ રૂ. 5800 કરોડના ખર્ચે નિર્મિત 109 કિલોમીટર લાંબો અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે માત્ર એક પ્રોજેક્ટ નથી રહ્યો, આર્થિક તકો અને પરિવારોને જોડતી જીવાદોરી બની ચૂક્યો છે. ઓપરેશનલ સજ્જતા ચકાસવા અને મુસાફરોને અત્યાધુનિક માળખાનો અનુભવ કરાવવા માટે પરીક્ષણના ભાગરૂપે પ્રાયોગિક ધોરણે જનતા માટે એક્સપ્રે-વે ખુલ્લો મુકાયો છે. અગાઉ અમદાવાદથી ધોલેરા પહોંચતાં 2 કલાકથી વધુનો સમય લાગતો હતો, જે હવે ઘટીને માત્ર 45 મિનિટ થઈ ગયો છે.


comments powered by Disqus