આસ્થા સાથે સૌરાષ્ટ્ર રંગાયું હોળીના રંગોથી

Tuesday 03rd March 2026 15:20 EST
 
 

ગિરનારના દામોદર કુંડના કિનારે રવિવારે સાંજે ઐતિહાસિક શ્રીરાધા દામોદરજી અને બળદેવજીના મંદિરે પરંપરાગત ‘રાળ મનોરથ’ની ભવ્ય ઉજવણી કરાઈ હતી. હોળીના પર્વના આગમન પૂર્વે પુષ્ટિમાર્ગીય પરંપરા મુજબ યોજાયેલા આ મનોરથમાં શ્રદ્ધા અને અગ્નિ સાક્ષાત્કારનાં દર્શન થયાં હતાં. દ્વારકાધીશ જગતમંદિર ખાતે ફાગણ સુદ આમલકી (કુંજ) એકાદશીના પાવન અવસરે મંગળાઆરતીથી જ ભક્તોએ શ્રદ્ધા, ભક્તિ અને આનંદ સાથે લાંબી કતારો લગાવી હતી.


comments powered by Disqus