નખત્રાણાઃ કચ્છના નખત્રાણાની શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક માન્યતાને ઠેસ પહોંચાડવાના બનાવને લીધે વિવાદ સર્જાયો છે. નખત્રાણાની એક શાળામાં હનુમાન ચાલીસા ફેંકી દેવાની ઘટના બાદ હવે દેવપર યક્ષ ગામની પ્રાથમિક શાળાના હિન્દુ વિદ્યાર્થીઓને બળજબરીથી નમાજ પઢાવવા માટે મજબૂર કરાયા હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિકો અને હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ધોરણ-6માં અભ્યાસ કરતા 11 વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા શાળાના કમ્પાઉન્ડ પાસેની દરગાહ નજીક લઈ જવાયા હતા અને ત્યાં તેમને નમાજ પઢવા માટે દબાણ કરાયું હતું.
