કચ્છની સોના-100 ખારેક દેશની પ્રથમ રજિસ્ટર્ડ પબ્લિક વેરાયટી

Tuesday 03rd March 2026 15:28 EST
 
 

ભુજઃ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંલગ્ન ખારેક સંશોધન કેન્દ્ર, મુંદ્રા દ્વારા વિશિષ્ટ સિદ્ધિ મેળવામાં આવી છે. મુંદ્રાના ઝરપરા ગામના ખેડૂત મેઘરાજ નાથા બારોટ દ્વારા વિકસાવાયેલી ખારેકની ‘સોના-100’ જાતનું ‘પ્લાન્ટ પ્રોટેક્શન વેરાયટી એન્ડ ફાર્મર્સ રાઇટ્સ એક્ટ’ અંતર્ગત દિલ્હી ખાતે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
આ જાત દેશમાં ખારેકના પાક માટે રજિસ્ટર્ડ થનારી પ્રથમ પબ્લિક વેરાયટી બની છે. વર્ષ 2010માં મેઘરાજભાઈએ હૈદરાબાદની એસ. બાયોટેક્નોલોજી લેબને ટિશ્યૂ કલ્ચર માટે ઓફશૂટ આપ્યા હતા, જેના છોડ 2015માં તૈયાર થયા હતા. મુંદ્રા ખારેક સંશોધન કેન્દ્ર ખાતે 2016થી 2019 દરમિયાન આ જાતનું પરીક્ષણ અને મૂલ્યાંકન કરાયું હતું. 5 વર્ષના ઉત્પાદન ડેટા બાદ વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ ડિસેમ્બર 2025માં રજિસ્ટ્રેશન કરાયું હતું. ખારેકની વિશેષતા એ છે કે, તેનાં ફળ લાલ, 25 ગ્રામથી વધુ વજનનાં અને અત્યંત મીઠાં હોય છે અને વરસાદી વાતાવરણ સામે પણ ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે.


comments powered by Disqus