કેનેડાના પીએમ માર્ક કાર્ની અને તેમના પત્ની ડાયના ફોકસ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મુંબઈ નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે પહોંચ્યા હતા. અંબાણી પરિવાર દ્વારા તેમનું સ્વાગત શાસ્ત્રીય નૃત્ય અને લોક સંગીતના કાર્યક્રમ સાથે કરવામાં આવ્યું હતું. કેનેડાના પીએમ અને તેમની પત્નીને અંબાણી પરિવાર તરફથી ભગવદ્ ગીતા ભેટમાં આપવામાં આવી હતી. મુંબઈ મુલાકાત પૂર્ણ કર્યા બાદ માર્ક કાર્ની રવિવારે સાંજે દિલ્હી પહોંચ્યા હતા.

