ગજેરા બંધુ સહિત 9 આરોપી ફરાર

Tuesday 03rd March 2026 15:40 EST
 

સુરતઃ ક્રાઇમબ્રાન્ચના ઇકો સેલે હાઇકોર્ટના ઓર્ડર બાદ પીએનબી કૌભાંડી મેહુલ ચોકસી સાથે ધંધાકીય રીતે સંકળાયેલા લક્ષ્મી ગ્રૂપ ઓફ કંપનીઝના ગજેરા બંધુ સહિત 9 વિરુદ્ધ ગુનો તો નોંધ્યો પણ હવે ઇકો સેલને ગજેરા બંધુઓ મળતા નથી. ઇકો સેલે તમામના ઘરે તપાસ કરી પણ કોઈ ન મળતાં અને તમામ ફોન બંધ કરી ભૂગર્ભમાં ઉતરી જતાં તેઓ વિદેશ ભાગી છૂટે નહીં તે માટે તમામ વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર ઇશ્યૂ કર્યો છે. મેહુલ ચોકસી સાથે ધંધાકીય રીતે સંકળાયેલા લક્ષ્મી ગ્રૂપ ઓફ કંપનીઝના ગજેરા બંધુઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવાના હાઇકોર્ટના હુકમને પગલે સુરત ઈકો સેલને 4 ગજેરા બંધુ અને સી.એ સહિત 9 વિરુદ્ધ રૂ. 147 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધવાની ફરજ પડી છે.


comments powered by Disqus