અમદાવાદઃ ગોધરામાં 24 વર્ષ પૂર્વે 27 ફેબ્રુઆરી 2002ના રોજ અયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ મારફતે પરત ફરી રહેલા ટ્રેનના એસ-6 કોચમાં 56 જેટલા કારસેવકો આગને કારણે મોતને ભેટ્યા હતા. હત્યાકાંડનાં 24 વર્ષ પૂર્ણ થતાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ચાચરચોક ખાતેથી કારસેવકોની તસવીરને પુષ્પાંજલિ અર્પી બાઇકરેલી યોજી રેલવેયાર્ડમાં રાખેલા એસ-6 કોચ ખાતે પહોંચ્યી કોચ પાસે ફૂલહાર તથા પુષ્પાંજલિ આપી હતી. આ સાથે કારસેવકો આ ઘટનામાં ખોયેલા પરિજનો અને મિત્રોને યાદ કરી રોઈ પડ્યા હતા.

