નગરદેવી મા ભદ્રકાળીની નગરયાત્રા

Tuesday 03rd March 2026 13:25 EST
 
 

ગુરુવારે અમદાવાદના સ્થાપનાદિને શહેરનાં નગરદેવી માતા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા નીકળી હતી. વર્ષ 2025માં 614 વર્ષ બાદ પ્રથમવાર શરૂ થયેલી આ નગરચર્યાની પરંપરા 2026માં જાળવી સતત બીજા વર્ષે નગરયાત્રાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે અમદાવાદના મેયર અને અન્ય ઉચ્ચ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યાત્રા પૂર્વે માતાજીની ચલિત મૂર્તિની સ્થાપના કરી વૈદિક મંત્રોચ્ચાર સાથે માતાજીને પાલખીમાં બિરાજમાન કરી રથ સુધી લાવવામાં આવ્યાં હતાં. એ બાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપી મેયર અને કોર્પોરેશનના સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા પહિન્દ વિધિ કરી યાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું.


comments powered by Disqus