વડોદરાઃ ભાજપ મેન્ડેટ આપે તે પહેલાં જ વર્તમાન શાસકોએ પોતાની તાકાત બતાવી છે. 2 માર્ચે માન્ય ઉમેદવારોનું લિસ્ટ ચૂંટણી અધિકારીએ બહાર પાડ્યું, તેમાં 3 પૂર્વ ડિરેક્ટર સહિત કુલ 24 ફોર્મ અમાન્ય ઠર્યાં છે. જેને પગલે ડેરીના વર્તમાન પ્રમુખ દિનુમામા, ઉપપ્રમુખ જી.બી. સોલંકી, ડિરેક્ટર સતિષ મકવાણા (રાજુ અલવા), રમેશ બારિયા, ક્રિપાલસિંહ મહારાઉલ અને સંગ્રામસિંહ રાઠવા બિનહરીફ થયા છે. ભાજપ દ્વારા મેન્ડેટ અપાશે તો પણ વર્તમાન 6 ડિરેક્ટર બિનહરીફ ચૂંટાતાં પાર્ટીના મેન્ડેટનો હવે કોઈ અર્થ રહ્યો નથી તેમ રાજકીય બેડામાં ચર્ચાઈ રહ્યું છે. ચૂંટણી અધિકારી ઐશ્વર્યા દુબેએ જણાવ્યું હતું કે, બરોડા ડેરીની ચૂંટણી માટે
કુલ 55 ફોર્મ આવ્યાં હતાં, જેની 28 ફેબ્રુઆરીએ ચકાસણી શરૂ થઈ હતી, જેમાં 24 ફોર્મ અમાન્ય ઠર્યાં છે.

