મહેસાણાઃ બેચરાજી તાલુકાના રણેલા ગામે યુવક સંદીપ પટેલે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી લીધી. પીડિત યુવકને વ્યાજખોરો દ્વારા મળતી મારી નાખવાની ધમકીથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી. આ મામલે મૃતકના પિતાએ મોઢેરા પોલીસમાં 3 શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. હસમુખભાઈ પટેલના મોટા પુત્ર સંદીપકુમારે ગત 27 ફેબ્રુઆરીએ પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પુત્રની તબિયત લથડતાં પરિવારજનો તેને તાત્કાલિક સારવારઅર્થે લઈ ગયા હતા. સંદીપના ખિસ્સામાંથી સ્યૂસાઇડ નોટ અને દવાની ત્રણ ખાલી બોટલ મળી હતી.
