બ્રિટિશ એશિયનની સેન્ડિયા હોલસેલે SME લંડન બિઝનેસ એવોર્ડ્સ 2026માં ડબલ પુરસ્કાર જીત્યા

Thursday 05th March 2026 06:18 EST
 
 

લંડનઃ બ્રિટિશ એશિયનના નેતૃત્વ હેઠળના જથ્થાબંધ અને ડિસ્ટ્રિબ્યુશન વ્યવસાય, સેન્ડિયા હોલસેલે SME લંડન બિઝનેસ એવોર્ડ્સ 2026 માં બે પ્રતિષ્ઠિત પુરસ્કારો જીત્યા બાદ રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરી છે.
કંપનીને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઓફ ધ યરની ગોલ્ડ વિનર જાહેર કરાઇ હતી અને આંતરરાષ્ટ્રીય વેપારમાં તેની મજબૂત વૈશ્વિક વૃદ્ધિ અને શ્રેષ્ઠતાને માન્યતા આપતા વર્ષનો નિકાસકાર તરીકે સિલ્વર એવોર્ડ પણ એનાયત કરાયો હતો. કંપનીની આ સિદ્ધિ પર સેન્ડિયા હોલસેલના ડિરેક્ટર સંજીત માણેકે જણાવ્યું હતું કે, આ માન્યતા અમારી સમગ્ર ટીમ માટે ગર્વની ક્ષણ છે. આ પુરસ્કારો અમારી સફરને આકાર આપનારી સખત મહેનત અને સહિયારા મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. જે એન્ટરપ્રાઇઝ અને મહત્વાકાંક્ષા સાથે આગળ વધનાર બ્રિટિશ એશિયનના નેતૃત્વ હેઠળના વ્યવસાય તરીકેના અમારા પ્રયત્નોને સ્વીકારાઇ રહ્યાં છે. સેન્ડિયા હોલસેલે સામુદાયિક મૂલ્યો, વિશ્વાસ અને લાંબા ગાળાની ભાગીદારીમાં રહીને તેની આંતરરાષ્ટ્રીય હાજરીને સતત વિસ્તારી છે. કંપનીની સફળતા યુકેના અર્થતંત્ર અને વૈશ્વિક બજારોમાં બ્રિટિશ એશિયન ઉદ્યોગસાહસિકોના વધતા યોગદાનને પ્રકાશિત કરે છે. SME લંડન બિઝનેસ એવોર્ડ્સ રાજધાનીમાં ઉત્કૃષ્ટ નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને બિરદાવે છે, જેને HSBC UK અને લંડન ચેમ્બર ઓફ કોમર્સ સહિત અગ્રણી સંસ્થાઓ દ્વારા સમર્થન પ્રાપ્ત છે.


comments powered by Disqus