ભંગોરિયાના મેળામાં ભારે જનમેદની ઊમટી

Tuesday 03rd March 2026 15:38 EST
 
 

દાહોદઃ આદિવાસી સંસ્કૃતિના ધરોહરસમાન છોટાઉદેપુર જિલ્લામાં હોળીના પર્વનું અનેરું મહત્ત્વ છે. દિવાળી કરતાં પણ હોળીના તહેવારને વિશેષ મહત્ત્વ આપતાં આદિવાસી સમાજ દ્વારા છોટાઉદેપુર ખાતે પરંપરાગત ‘હિંગોરિયાનો મેળો’ ઉત્સાહપૂર્વક ઊજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા પોતે પરંપરાગત આદિવાલી પહેરવેશ ધારણ કરી રામઢોલ વગાડતાં સ્થાનિક આદિવાસી નૃત્યમંડળીઓ સાથે ઝૂમી ઊઠ્યા હતા.
107 વર્ષથી ભરાતો મેળો
હિંગોરિયાનો મેળો અંદાજે 107 વર્ષથી ભરાઈ રહ્યો છે. આ મેળાનો આદિવાસીને ભારે ઉત્સાહ હોય છે, જે અંતર્ગત વિવિધ ગામના આદિવાસી પુરુષ, મહિલાઓ એક જ પ્રકારના પહેરવેશ ધારણ કરીને આકર્ષણ ઊભું કરે છે. જે બાદ હોળીમાં એકબીજાને ઘરે જઈ ખાણીપીણીનો આનંદ લે છે.


comments powered by Disqus