રાજકોટમાં એપાર્ટમેન્ટમાં લાગેલી આગથી રઘુવંશી માતા-પુત્રનાં મોત

Tuesday 03rd March 2026 15:23 EST
 
 

રાજકોટઃ શહેરના પેલેસ રોડ પર આવેલી આશાપુરા મંદિરની સામેના એક એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતાં ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી. ચોથા માળે આવેલા ફ્લેટમાં લાગેલી આગના કારણે ફેલાયેલા ધુમાડામાં ગૂંગળાઈ જવાથી એક જ પરિવારના બે સભ્યોનાં કરુણ મોત નીપજ્યાં હતાં. આ ઘટના સમયે પરિવારના અન્ય સભ્યો બહાર હોવાથી તેમનો બચાવ થયો હતો, પરંતુ ઘરમાં હાજર વૃદ્ધ માતા પ્રજ્ઞાબહેન અને પુત્ર નરેન્દ્રભાઈ પૂજારા ધુમાડામાં ફસાઈ ગયાં હતાં. ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ તે પૂર્વે જ બંનેના શ્વાસ રુંધાઈ જવાથી મોત થયાં હતાં.
વર્ધમાનનગર-8માં આવેલા મનમંદિર એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટ નં. સી-402માં રહેતા 62 વર્ષીય નરેન્દ્રભાઈ ભગવાનજીભાઈ પૂજારા અને તેમનાં 92 વર્ષીય માતા પ્રજ્ઞાબહેન ભગવાનજીભાઈ પૂજારા રાત્રે ઘરમાં હતાં. રાત્રે અંદાજે 11:30 વાગ્યે ફ્લેટમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી.


comments powered by Disqus