રૂ. 182 કરોડના સાઇબર કૌભાંડમાં બે બેન્ક મેનેજરની ધરપકડ

Tuesday 03rd March 2026 15:31 EST
 
 

ગાંધીધામઃ સાઇબર ક્રાઇમ પોલીસે દેશવ્યાપી સાઇબર ઠગાઈના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જરૂરિયાતમંદ લોકોના નામે ડમી બેન્ક એકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયાની હેરાફેરી કરતા કૌભાંડમાં બેન્કના જવાબદાર અધિકારીઓની જ સંડોવણી સામે આવી છે.
પોલીસે કંડલા ફ્રી ટ્રેડ ઝોન એચડીએફસી બેન્કના મેનેજર ચંદન કપિલભાઈ પંડ્યા, ગાંધીધામની જના બેન્કના મેનેજર હિતેશ કિશનભાઈ કપ્તા, કાસેઝ એચડીએફસીના મેનેજર યાસીન રમજુભાઈ સાથેચાને ઝડપી લીધા છે, જ્યારે દીપક જેઠાલાલ શર્મા નામનો આરોપી હજુ ફરાર છે. પૂર્વ કચ્છ સાઇબર ક્રાઇમે વિગતો આપી હતી કે, આરોપીઓએ 81 બેન્ક એકાઉન્ટ્સમાં રૂ. 1,82,37,68,862 જમા કરાવ્યા હતા. આ કૌભાંડમાં બેન્ક મેનેજરોએ ખોટી પેઢીઓના નામે ઇનવોઇસ ચકાસ્યા વિના જ કરંટ એકાઉન્ટ ખોલી આપ્યાં, બેન્કના ટાર્ગેટ પૂરા કરવા, ઇન્સેન્ટિવ મેળવવા અને કમિશનની લાલચે ગુનાઇત કૃત્યમાં સાથ આપ્યો હતો.


comments powered by Disqus