વીર સાવરકર તરણસ્પર્ધામાં પ્રત્યાય ભટ્ટાચાર્ય અને તારા મોદી પ્રથમ

Tuesday 03rd March 2026 15:22 EST
 
 

વેરાવળઃ અરબી સમુદ્રમાં ગયા બુધવારે આદ્રી બીચ ખાતેથી મહિલાઓની અને ચોરવાડ ખાતેથી ભાઈઓની સમુદ્ર તરણસ્પર્ધા યોજાઈ હતી. આ તરણસ્પર્ધામાં ગુજરાત સહિત કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળના વિવિધ રાજ્યનાં 18 ભાઈ અને 7 બહેન એમ કુલ 25 સ્પર્ધકે ભાગ લીધો છે.
ભાઈઓ માટે ચોરવાડથી વેરાવળ 21 નોટિકલ માઇલ સુધી યોજાયેલી સ્પર્ધામાં 5 કલાક 30 મિનિટ અને 07 સેકન્ડમાં પૂરી કરી પશ્ચિમ બંગાળના પ્રત્યાય ભટ્ટાચાર્યએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જ્યારે ગુજરાતના પુગ સેલરે 5 કલાક 46 મિનિટ 40 સેકન્ડમાં સ્પર્ધા પૂરી કરી બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો અને ગુજરાતના ધ્રુવ ટાંકે 5 કલાક 54 મિનિટ અને 48 સેકન્ડમાં સ્પર્ધા પૂરી કરી ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો.
બહેનો માટે આદ્રીથી વેરાવળ 16 નોટિકલ માઇલની સ્પર્ધામાં સુરતની તારા મોદીએ 4 કલાક 10 મિનિટ અને 55 સેકન્ડમાં સ્પર્ધા પૂરી કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. મહારાષ્ટ્રની અનુજા ઉગ્લેએ 4 ક્લાક 26 મિનિટ અને 42 સેકન્ડ સાથે દ્વિતીય ક્રમ મેળવ્યો હતો.


comments powered by Disqus