અમદાવાદવાસીઓએ નવા વર્ષને ઊમળકાભેર વધાવ્યું

Tuesday 06th January 2026 15:11 EST
 
 

વર્ષ 2026ને આવકારવા અમદાવાદના સિંધુભવન રોડ, સીજી રોડ, એસજી હાઇવે, કાંકરિયા સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. રાત્રે 12ના ટકોરે લોકો આતશબાજી તેમજ ડીજેના તાલે ઝૂમી ઊઠ્યા હતા. સિંધુભવન રોડ અને સીજી રોડ પર તો પગ મૂકવાની જગ્યા પણ નહોતી. જ્યારે કાંકરિયા કાર્નિવલના છેલ્લા દિવસે 1 લાખથી વધુ લોકો ઊમટી પડ્યા હતા. ભારે ભીડના કારણે મ્યુનિ.એ ગેટ બંધ કરવા પડ્યા હતા. 7 દિવસમાં કાંકરિયા કાર્નિવલમાં 8.28 લાખ મુલાકાતી આવ્યા હતા.


comments powered by Disqus