ભુજઃ ધોરણ-10ના વિદ્યાર્થી ચૈતન્ય ઝાએ ઇન્ટરનેશનલ મેથેમેટિક્સ ઓલિમ્પિયાડ કોમ્પિટિશન ઓફ સાઉથ એશિયામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં શ્રેષ્ઠ કામગીરી બદલ તેને પ્રમાણપત્ર તથા ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરાયો છે. ચૈતન્યના મુખ્ય માર્ગદર્શક યોગેશ ગોસ્વામી રહ્યા હતા. તેના પિતા ડો. પ્રવીણ ઝા નિવૃત્ત કમાન્ડન્ટ છે, જ્યારે માતા ચંદની ઝા શિક્ષણક્ષેત્ર સાથે જોડાયેલા છે. ચૈતન્યએ સતત મહેનતની સાથે પરિવારના સહયોગનો ઉલ્લેખ કર્યો હતો. તે ભુજ પાસે આવેલી સૂર્ય વરસાણી સ્કૂલનો છાત્ર છે. તેમનાં માતા-પિતા, માર્ગદર્શક તથા સમગ્ર શૈક્ષણિક સંસ્થાનું નામ પણ ગૌરવભેર ઊજળું થયું છે.

