રાજ્યનાં 5 શહેર ‘સેટેલાઇટ ટાઉન’ તરીકે વિકસાવાશે

Tuesday 06th January 2026 15:11 EST
 
 

ગાંધીનગરઃ ગુજરાત સરકારે નાનાં શહેરોના વિકાસની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું ભરતાં રાજ્યનાં 5 શહેરોને ‘સેટેલાઇટ ટાઉન’ તરીકે વિકસિત કરવા નિર્ણય લીધો છે. જેમાં અમદાવાદ નજીક સાણંદ, ગાંધીનગર નજીક કલોલ, વડોદરા નજીક સાવલી, સુરત નજીક બારડોલી અને રાજકોટ નજીક હીરાસરનો સેટેલાઇટ ટાઉન તરીકે વિકાસ કરાશે


comments powered by Disqus