રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાની મુંબઈમાં કેન્સરની સારવાર

Tuesday 06th January 2026 15:27 EST
 
 

મોરબીઃ માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કાંતિ અમૃતિયાના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે માળિયા તાલુકાના વાધરવા ગામે રામધૂનનું ભવ્ય આયોજન કરાયું હતું. ગ્રામપંચાયત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, મંત્રી કાંતિ અમૃતિયા હાલ મુંબઈ ખાતે કેન્સરની સારવાર લઈ રહ્યા છે. તેમના ઝડપી સ્વસ્થ થવા માટે સમગ્ર વિસ્તારમાં તેમના ટેકેદારો અને કાર્યકરો દ્વારા સતત પ્રાર્થના કરાઈ રહી છે. આ ક્રમમાં વાધરવા ગામના રામજીમંદિર ખાતે 30 ડિસેમ્બરે રાત્રે રામધૂન બોલાવાઈ હતી.


comments powered by Disqus