ગાંધીનગરઃ ભારત સરકારના પર્સનલ અને ટ્રેનિંગ વિભાગે ગુજરાત કેડરના વર્ષ 2011ની બેચના સસ્પેન્ડેડ આઇએએસ કે. રાજેશ અને 2010ની બેચના આઇએએસ એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર ગૌરવ દહિયાને ગુરુવારે સરકારી સેવાથી પ્રિમેચ્યોર રિટાયર્મેન્ટ અર્થાત નોકરીથી હકાલપટ્ટીનો ઓર્ડર બજાવ્યો હતો. આ બંને ઓફિસર સામે 5 વર્ષ પહેલાં ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂકના આરોપો થયા હતા. જેની તપાસ અને સરકારના અહેવાલોને આધારે કાર્યવાહી થતાં દેશભરની બ્યૂરોક્રેસી સ્તબ્ધ થઈ ગઈ છે. આ બંને ઓફિસરને અગાઉના કેસના આધારે જેલ પણ થઈ શકે છે.

