CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે રાહુલની આગેવાનીમાં વિરોધ

Wednesday 07th October 2026 06:20 EDT
 
 

નવી દિલ્હીઃ 6 ઓક્ટોબરે રાહુલ ગાંધીની આગેવાનીમાં INDIA ગઠબંધને મુખ્ય ચૂંટણી કમિશનર – CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે સંસદથી ચૂંટણી પંચ કાર્યાલય સુધી માર્ચ યોજી. જો કે રાહુલના કાફલાને આકાશવાણી ભવન પાસે જ રોકી દેવામાં આવ્યો. આ સમગ્ર માર્ચ દરમિયાન રાહુલ ગાંધી કેન્દ્રસ્થાને રહ્યા. નેતા પ્રતિપક્ષે પોલીસ બેરિકેડ પર ચડીને તિરંગો લહેરાવ્યો અને CECના રાજીનામાની માગ કરતાં રહ્યું, ‘જ્ઞાનેશ, ઈટ્સ ડન બ્રો...’ સતત 8 કલાકના આ વિરોધ પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા વાડ્રા ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓ અને વિપક્ષના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયા ગઠબંધન SIRમાં કથિત ગડબડના મુદ્દે જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે, ત્યારે રાહુલના નેતૃત્વમાં નીકળેલી આ માર્ચ જ્ઞાનેશ કુમારને મળવા માટે સંસદ ભવનથી રવાના થઈ હતી. જો કે આઠ કલાકના વિરોધ બાદ દિલ્હી સ્થિત આકાશવાણી ભવનથી રાહુલ, પ્રિયંકા સહિતના ઇન્ડિયા ગઠબંધનના નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી.
કાયદો તોડ્યો હશે તો નિર્ણયો રોકીશું
ચૂંટણી પંચ સાથે જોડાયેલા વિવાદ પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે જ્ઞાનેશ કુમારના કામ કરવા પર વચગાળાની રોક લગાવવા ઇનકાર કર્યો. જો કે કોર્ટે કહ્યું, ‘તમે કોર્ટની શક્તિ જાણો છો. કાયદાની વિરુદ્ધ લીધેલા એકતરફી નિર્ણયો રદ કરી દેવામાં આવશે.’


comments powered by Disqus