અમદાવાદ એરપોર્ટ પર કોમર્શિયલ વાહનથી પિકઅપ-ડ્રોપ થયું મોંઘું

Wednesday 07th October 2026 06:21 EDT
 
 

અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને મૂકવા અને લેવા આવતા કોમર્શિયલ વાહનો માટે 1 ઓક્ટોબરથી નવા ચાર્જ લાગુ કરાયા છે. નવા દર મુજબ ડ્રોપ-ઓફ માટે રૂ. 50 અને પિક-અપ માટે રૂ. 200 ચૂકવવાના રહેશે. આ ચાર્જ કોમર્શિયલ પીળી નંબર પ્લેટવાળાં વાહનોને લાગુ પડે છે. જેનો આર્થિક બોજ સીધો જ મુસાફરોના ખિસ્સા પર પડશે.
આ ફેરફારથી વિવિધ કેબ સેવાના સંચાલન ખર્ચમાં સીધો વધારો થશે. આ ચાર્જ કેબ એગ્રીગેટર એપમાં ભાડામાં સમાવાયા નથી તેથી ડ્રાઇવર દ્વારા મુસાફરો પાસેથી અલગથી વસૂલાય તેવી પૂરી શક્યતા છે. જો કે મુસાફર પાસેથી આ રકમ વસૂલવાની પ્રક્રિયા અંગે એરપોર્ટના સત્તાવાર ટેરિફમાં અલગથી કોઈ સૂચના અપાઈ નથી. નવા ચાર્જ સાથે કોમર્શિયલ ટેક્સીના પાર્કિંગ વિસ્તારમાં પણ ફેરફાર કરાયો છે. હવે કોમર્શિયલ ટેક્સીઓ માટે એરપોર્ટ સર્કલ પાસે હોટેલ ઉમ્મેદ નજીકનો વિસ્તાર ઉપયોગમાં લેવાનો રહેશે.


comments powered by Disqus