દિવ્યાંગને ઉતારી મૂકતાં એર ઈન્ડિયાને રૂ. 5.50 લાખનો દંડ

Wednesday 07th October 2026 06:21 EDT
 

ભુજઃ દિલ્હીથી ભુજ જતી ફ્લાઇટમાં બોર્ડિંગ બાદ 80 ટકા દિવ્યાંગતા ધરાવતી મહિલા મુસાફરને નિયમો વિરુદ્ધ જઈ વિમાનથી ઉતારી મૂકનારા મે 2026ના ગંભીર મામલે ‘કોર્ટ ઓફ ધ ચીફ કમિશનર ફોર પર્સન્સ વિથ ડિઝાબિલિટીઝ’ (સીસીપીડી)એ એર ઇન્ડિયા સામે કડક ચુકાદો આપ્યો છે. અદાલતે એર ઇન્ડિયાને પીડિત દિવ્યાંગ મહિલા ફાલ્ગુની મહેશ્વરીને રૂ. 5.50 લાખનું વળતર ચૂકવવા આદેશ આપ્યો છે. 


comments powered by Disqus