નવી દિલ્હીઃ ધનરાજ પરિમલ નથવાણી ઉત્તરપ્રદેશથી સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર બન્યા છે. તેમણે પક્ષ પ્રમુખ અખિલેશ યાદવ અને વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવની ઉપસ્થિતિમાં બુધવારે લખનઉ ખાતે ઉમેદવારી પત્ર ભર્યું હતું. રામગોપાલ યાદવ પણ રાજ્યસભા માટે પક્ષના ઉમેદવાર છે.
નથવાણીએ રિલાયન્સ ગ્રૂપના ઘણા મહત્ત્વપૂર્ણ વ્યવસાયો અને સંસ્થાકીય પહેલોમાં વરિષ્ઠ જવાબદારી સંભાળી છે. તેઓ રિલાયન્સ કોર્પોરેટ આઇટી પાર્કના બોર્ડના સભ્ય તરીકે સેવા આપે છે. ધનરાજ નથવાણી ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ છે,
ઉત્તરપ્રદેશ વિધાનસભામાં સમાજવાદી પાર્ટી પાસે પોતાના રાજ્યસભાના બંને ઉમેદવારોની જીત સુનિશ્ચિત કરવા માટે પૂરતું સંખ્યાબળ છે. આ ચૂંટણી 16 ઓક્ટોબરે યોજાશે. નથવાણીની સંસ્થાકીય ભૂમિકાઓ ધર્મ, વન્યજીવ, શિક્ષણ અને ઊર્જા સંશોધન જેવાં ક્ષેત્રોમાં પણ વિસ્તરેલી છે. તેઓ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિના ઉપાધ્યક્ષ છે અને ગુજરાત સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફ તેમજ નાથદ્વારા ટેમ્પલ બોર્ડ સાથે સંકળાયેલા છે.

