ગાંધીનગરઃ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (NPCIL) વચ્ચે ધુવારણ ખાતે આશરે 4000 મેગાવોટ ક્ષમતાના ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટના વિકાસ માટે બુધવારે સમજૂતી કરાર થયા હતા. આ સાથે GSECL પ્રથમવાર ન્યુક્લિયર પાવર ક્ષેત્રમાં પ્રવેશ કરશે. ઊર્જામંત્રી ઋષિકેશ પટેલ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમાર અને NPCILના ચેરમેન-મેનેજિંગ ડિરેક્ટર વી. રાજેશની હાજરીમાં કરારો પર હસ્તાક્ષર થયા હતા. ધુવારણ પ્રોજેક્ટમાં આશરે રૂ.1 લાખ કરોડના રોકાણની ધારણા છે.
