નવા વાયુસેના પ્રમુખ બનશે આશુતોષ દીક્ષિત

Wednesday 07th October 2026 06:20 EDT
 
 

નવી દિલ્હીઃ કારગિલ યુદ્ધમાં સામેલ રહી ચૂકેલા એર માર્શલ આશુતોષ દીક્ષિતને મંગળવારે વાયુસેનાના નવા પ્રમુખ બનાવવાની જાહેરાત કરાઈ, તેઓ 31 ઓક્ટોબરે એર ચીફ માર્શલનો કાર્યભાર સંભાળશે. આશુતોષ હાલમાં વાઇસ એર ચીફ માર્શલ છે. તેમણે 1 જુલાઈ 2026ના રોજ આ પદભાર સંભાળ્યો હતો. આશુતોષ દીક્ષિત કારગિલ યુદ્ધમાં પણ સામેલ હતા. તેમણે ફાઇટર જેટથી ઘૂસણખોરો પર બોમ્બમારો કર્યો હતો. તેઓ 20 પ્રકારનાં ફાઇટર પ્લેન ઉડાડવામાં નિષ્ણાત છે. આશુતોષ દીક્ષિત એરમાર્શલ અમરપ્રિત સિંહનું સ્થાન લેશે, જેઓ 31 ઓક્ટોબરે નિવૃત્ત થઈ રહ્યા છે.


comments powered by Disqus