વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગાંધીજયંતી નિમિત્તે મહાત્મા ગાંધીને અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતી પર વિજયઘાટ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, સાદગી, હિંમત અને રાષ્ટ્રસેવાથી ભરેલું આ બંને મહાનુભાવોનું જીવન પેઢીઓને પ્રેરણા આપતું રહેશે. તેમના આદર્શો અને ભારતની પ્રગતિ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા હંમેશાં આપણને માર્ગદર્શન આપશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા તેમજ કેન્દ્રીય પ્રધાનો અને વિપક્ષી નેતાઓએ પણ બંનેને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

