ભરૂચની જામા મસ્જિદમાં ગણેશજી સહિત અન્ય દેવ-દેવીઓની પણ મૂર્તિઓ!

Wednesday 07th October 2026 06:21 EDT
 
 

અંકલેશ્વરઃ ભરૂચ જિલ્લાની રાષ્ટ્રીય ધરોહર ગણાતી જુમ્મા (જામા) મસ્જિદ વર્ષો પહેલાં જૈન સમરી વિહાર હોવાના દાવા વચ્ચે ભોંયતળિયાથી સંવત 1213ની તક્તી સાથેની ગણપતિ સહિત અન્ય દેવી-દેવતાની પ્રતિમાઓ હોવાના દાવા સાથેની કેટલીક તસવીરો સામે આવી છે. ભરૂચની રાષ્ટ્રીય ધરોહર ગણાતું આ સ્થળ એક વખતનું જૈન સમરી વિહાર સનાતન ધર્મ અને જૈન બંધુઓની ધાર્મિક આસ્થાનું પ્રતીક હતું.
તે સમયે અલાઉદ્દીન ખીલજીએ ગુજરાતનાં અનેક તીર્થસ્થાનો સોમનાથ, પંચમહાલ જિલ્લાનું ચાંપાનેર સહિત ભરૂચના જૈન સમરી વિહાર પર આક્રમણ કર્યું હતું તેમ જણાવી આ સ્થળને મૂળ સ્થિતિમાં લાવવા માટે આંદોલન કરતાં મુક્તાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, જુમ્મા મસ્જિદ તરીકે ઓળખાતા સ્થળ વર્ષો પહેલાનું જૈન સમરી વિહાર છે, તેના ભોંયતળિયેથી ગણપતિની ઉંદર સાથેની પ્રતિમા પણ છે, તેમજ તક્તી પર સંવત 1213 સ્પષ્ટ દર્શાવવા સાથે જૈન બંધુઓના 19મા તીર્થંકર ભગવાન મલ્લિનાથ દર્શાવેલા છે. આ ઉપરાંત મુખ્ય પ્રવેશદ્વારમાં ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા પણ દર્શાવેલ છે. વધુમાં મુક્તાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી જૈન સમરી વિહાર મૂળ સ્થિતિમાં નહીં આવે ત્યાં સુધી લડત યથાવત્ રહેશે.


comments powered by Disqus