ભારતના સ્વિટ્ઝર્લેન્ડ સાથે 5 કરાર, 10 લાખ નોકરી, 100 અબજ ડોલરનું રોકાણ

Wednesday 07th October 2026 07:03 EDT
 
 

નવી દિલ્હીઃ ‘યુએઈ, ઓસ્ટ્રેલિયા, યુકે, ઓમાન, ન્યૂઝીલેન્ડ તથા યુરોપીયન સંઘ સહિતના વિશ્વના વિવિધ દેશો સાથે મુક્ત વેપાર કરાર બાદ ભારતે સોમવારે સ્વિટ્ઝર્લેન્ડ સાથે માઇગ્રેશન અને મોબિલિટી પાર્ટનરશિપ કરાર કર્યા હતા. વડાપ્રધાન મોદી તથા સ્વિસ રાષ્ટ્રપતિ ગાય પર્મેલિન વચ્ચે થયેલી સમજૂતી અંતર્ગત ભારતીય નિકાસ માટે સ્વિસ બજારો ખુલ્લા મુકાવા ઉપરાંત ન્યૂક્લિયર એનર્જી તથા સંરક્ષણ ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવાશે. મોબિલિટી અને માઇગ્રેશન પેક્ટ ઉપરાંત બંને દેશો વચ્ચે અન્ય 4 કરાર કરાયા હતા, જેમાં યંગ પ્રોફેશનલ્સ એક્સચેન્જ સ્કીમ, ટ્રાન્સપોર્ટેશન ટેક્નોલોજીસ, મોબિલિટી સિસ્ટમ્સ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ક્ષેત્રે સહયોગ મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે.
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ટીઈએપીએ રોકાણ, ઇનોવેશન, રોજગારી અને સહિયારી સમૃદ્ધિ માટેની એક મહત્ત્વાકાંક્ષી રૂપરેખા છે. તેના માધ્યમથી આપણે આગામી 15 વર્ષમાં ભારતમાં 100 અબજ ડોલરનું રોકાણ અને 10 લાખ પ્રત્યક્ષ નોકરીઓના આપણાં લક્ષ્યને પ્રાપ્ત કરીશું. પર્મેલિને જણાવ્યું હતું કે, મંત્રણામાં બંને દેશો વચ્ચેના વેપારમાં વધારો કરવાના ઉપાયોને વિશેષ મહત્ત્વ અપાયું હતું.
વડાપ્રધાન મોદી અને પર્મેલિન વચ્ચે યોજાયેલી મંત્રણા દરમિયાન યુક્રેન સંઘર્ષ ઉપરાંત પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની પણ સમીક્ષા
કરાઈ હતી.


comments powered by Disqus