મોરારિબાપુએ કેપ્ટન સ્મિતને રૂ. 21 લાખ અર્પણ કર્યા

Wednesday 07th October 2026 06:21 EDT
 
 

ભાવનગરઃ સમગ્ર વિશ્વમાં જેમની શૌર્યગાથા ગવાઈ રહી છે તેવા કેપ્ટન સ્મિતના જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે. ભારતના આ સપૂતે સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું છે. પળના પણ વિલંબ વિના હિંમતપૂર્વક જેણે 180 મુસાફરોનો જીવ બચાવ્યો હતો તેવા યુવાન કેપ્ટન સ્મિતને મોરારિબાપુએ ધન્યવાદ આપ્યા હતા.
મોરારિબાપુએ શ્રી હનુમંત કૃપા પ્રસાદરૂપે રૂ. 21 લાખ જાંબાઝ કેપ્ટન સ્મિતને અર્પણ કર્યા આ સાથે કેપ્ટન સ્મિતના આ હનુમંતકાર્યને હૃદયપૂર્વક બિરદાવી પરિવારજનોને પણ શુભેચ્છા પાઠવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ દંતાલી આશ્રમના સચ્ચિદાનંદજી તરફથી રૂ. 25 લાખની સન્માન રાશિ જાહેર થઈ હતી. એ ઉપરાંત ગુજરાત સરકારે
પણ ગૌરવ પુરસ્કારમાં રૂ. 25 લાખ, એક ફાર્માસ્યુટિકલ કંપનીએ રૂ. 1 કરોડની રાશિ જાહેર કરી છે.


comments powered by Disqus