વડોદરાઃ વડોદરા શહેરની નવરાત્રી સમગ્ર વિશ્વમાં તેની ભવ્યતા અને સંસ્કૃતિ માટે પ્રસિદ્ધ છે. આ વર્ષે પણ નવરાત્રી નજીક આવતાં જ યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરામાં નવરાત્રી આયોજનમાં યુનાઇટેડ વે ઓફ બરોડા અને વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ-વીએનએફ મુખ્ય છે, જ્યાં એકસાથે 45 હજાર ખેલૈયા બૂમ પડાવશે. આ સાથે લક્ષ્મીવિલાસ પેલેસમાં રોજના અંદાજે 30 હજાર લોકો ગરબે ઘુમશે. લક્ષ્મીવિલાસ પેલેસ (LVP)માં ખેલૈયાઓ સચિન લિમાયે અને અશિતા લિમાયેના સૂર સાથે સંગત કરશે.
