નવી દિલ્હીઃ મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદનો કાનૂની જંગ રસપ્રદ વળાંક પર પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટની તાજેતરની સુનાવણીમાં અલગ-અલગ હિન્દુ પક્ષકારો વચ્ચે એ વાતને લઈને સહમતી બની શકી નથી કે કોર્ટમાં શ્રી કૃષ્ણ વિરાજમાન તરફથી પક્ષકારનું પ્રતિનિધિત્વ કોણ કરશે? હિન્દુ પક્ષોનાં વિવિધ જૂથો વચ્ચેના મતભેદ પર સુપ્રીમ કોર્ટે નારાજગી પણ વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મામલો વારંવાર અટકી રહ્યો છે અને માત્ર તારીખ પડી રહી છે. આ સાથે જ કોર્ટે મામલાની આગામી સુનાવણી 6 નવેમ્બર સુધી ટાળી દીધી છે.

