હાઈકોર્ટ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની પદોન્નતિ

Wednesday 07th October 2026 06:21 EDT
 

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરાઈ છે. ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલયે આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટમાં બઢતી થતાં ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે માનસ રંજન પાઠકની નિમણૂક થઈ શકે છે. 1966માં જન્મેલાં જસ્ટિસ સુનિતા અગ્રવાલે 1990માં વકીલાતની ડિગ્રી મેળવી અલાહાબાદ હાઇકોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. 2011માં અલાહાબાદ હાઇકોર્ટનાં એડિશનલ જજ અને 2013માં કાયમી જજ બન્યાં હતાં. 


comments powered by Disqus