હૃદયની સમસ્યાથી પીડાતી અનાથ આશ્રમની દીકરીને દત્તક લેતું એનઆરઆઈ દંપતી

Wednesday 07th October 2026 06:21 EDT
 
 

નડિયાદઃ માતૃછાયા અનાથ આશ્રમમાં ઉછરેલી અને જન્મથી જ હૃદય સંબંધિત ગંભીર પડકારોનો સામનો કરી રહેલી એક વર્ષની અનાથ બાળકીને અમેરિકા સ્થાયી મૂળ ગુજરાતી એનઆરઆઇ દંપતીએ દત્તક લઈને તેને સુરક્ષિત ભવિષ્ય આપ્યું છે. આ બાળકી હવે તેમની સાથે અમેરિકા જશે.
પ્રિ-મેચ્યોર તબક્કે જન્મેલી બાળકીને જન્મથી હૃદયની ગંભીર બીમારી હતી. આ સ્થિતિમાં પણ દંપતીએ આ બાળકીને પોતાની દીકરી બનાવવા અને અમેરિકા જઈ શ્રેષ્ઠ તબીબી સારવાર કરાવવાના નિર્ધાર સાથે તેને દત્તક લીધી છે.


comments powered by Disqus