રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 157મી જન્મજયંતી નિમિત્તે ગાંધીજીની જન્મભૂમિ કીર્તિમંદિર ખાતે પરંપરાગત સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહી બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ નિમિત્તે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હૃદયમાં પ્રેમ, જીવનમાં અહિંસા અને સમાજમાં સમરસતા જ ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ છે. વિવિધ ધર્મો વચ્ચે સંવાદ, પરસ્પર વિશ્વાસ અને સહઅસ્તિત્વ ભારતની તાકાત છે.

