30 દિવસમાં 1.5 લાખથી વધુ શ્રમિકોની સુરતમાંથી હિજરત

Wednesday 08th April 2026 05:46 EDT
 
 

સુરતઃ ઇરાન વિરુદ્ધ અમેરિકા અને ઇઝરાયલ યુદ્ધ ફાટી નીકળવાના એક સપ્તાહ પછી જ સુરતથી પરપ્રાંતીય શ્રમજીવીઓની વતનવાપસી શરૂ થઈ હતી. શ્રમજીવીઓની આ હિજરત હજુપણ યથાવત્ જ છે, જે અંતર્ગત દૈનિક 5થી 6 હજાર કામદારો ટ્રેન મારફતે ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ રવાના થતાં 30 દિવસમાં જ સુરતના વિવિધ ઉદ્યોગથી કમસેકમ 1.50 લાખથી વધુ પરપ્રાંતીય કામદારો સુરત છોડીને વતનભેગા થઈ ચૂક્યા છે.
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં નાનું કારખાનું હોય કે મોટી મિલ હોય 40થી 45 ટકા સુધી કામદારોની અછત વર્તાઈ રહી છે. કારખાનાઓમાં કામદારોના અભાવે હવે નાઇટ શિફ્ટનું ઉત્પાદન સાવ બંધ કરી દેવાયું છે.


comments powered by Disqus