અદાણી પોર્ટ્સનું 500 મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગ

Wednesday 08th April 2026 05:46 EDT
 
 

મુન્દ્રા: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોને ગત નાણાકીય વર્ષમાં 500 મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગ કરી એક ઐતિહાસિક માઇલસ્ટોનને પાર કર્યો છે. આ સિદ્ધિ અદાણી પોર્ટ્સના વિકાસમાં એક વિશેષ ક્ષણ છે અને તે ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત પરિવર્તનની વધતી તાકાતને રેખાંકિત કરે છે. 1998માં એક પોર્ટ આધારિત વિઝનથી શરૂ કરીને આજે ભારત અને તેની બહાર 19 પોર્ટ અને ટર્મિનલ્સના નેટવર્ક સુધી અદાણી પોર્ટે ભારતના વેપાર, ઔદ્યોગિક વિકાસ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાનું મહત્ત્વનું પરિબળ બની ગયું છે.
આ અવસરે બોલતાં અદાણી ગ્રૂપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ કહ્યું, ‘પોર્ટ માત્ર વેપારના પ્રવેશદ્વાર નથી, તેઓ રાષ્ટ્રીય આત્મવિશ્વાસ, સ્પર્ધાત્મકતા અને ભવિષ્યનું પ્રવેશદ્વાર છે. હું અમારા ગ્રાહકો, ભાગીદારો અને અદાણી પોર્ટ્સના પરિવારના દરેક સભ્યનો આભાર માનું છું, જેઓના સમર્પણ અને વિશ્વાસથી આ માઇલસ્ટોન શક્ય બન્યો છે. અદાણી પોર્ટ્સનું 500 મિલિયન ટનને પાર કરવું એ ભારતની વિકાસગાથા પર અમારા દાયકાઓના વિશ્વાસનો સંકેત છે. અદાણી પોર્ટ્સની સર્વશ્રેષ્ઠ ક્ષમતા હજુ આગળ વધશે. સાથે ભારતની સર્વશ્રેષ્ઠ ક્ષમતા પણ વધશે છે.’


comments powered by Disqus