કચ્છ-સૌરાષ્ટ્ર દરિયાકાંઠે મરિન કમાન્ડોનું પેટ્રોલિંગ

Wednesday 08th April 2026 05:47 EDT
 
 

પોરબંદરઃ કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના 1600 કિલોમીટરના વિશાળ દરિયાકાંઠા વિસ્તારમાં મરિન કમાન્ડો ફોર્સ દ્વારા તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગ શરૂ કરાયું છે. હાલમાં ચાલતા યુદ્ધના કારણે દરિયામાં તૂટી પડેલાં જહાજ, બોટ તેમજ મિસાઇલ તૂટીને તણાઈને કિનારા સુધી આવવાની શક્યતા ગુજરાત મરિનુ ટાસ્ક ફોર્સ દ્વારા દર્શાવી ગુજરાતના સાગરકાંઠા વિસ્તારના લોકોને જાગૃત કરી સતર્ક રહેવા સૂચના અપાઈ રહી છે.
ડ્રાઇવ અંતર્ગત કચ્છમાં મરિન ટાસ્કફોર્સના જખૌ સેક્ટર દ્વારા ડીવાયએસપી આર.એમ. ચૌધરીના નેતૃત્વમાં કોસા, લીમલીવાંઢ, મોહાડી સુધીના કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું. દરિયાઈ સરહદી વિસ્તારોમાં ચેકિંગ ઉપરાંત માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ કે શંકાસ્પદ બોટ પર નજર રાખવા સૂચના અપાઈ છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના સાગરકાંઠે યુદ્ધનો ભંગાર ઢસડાઈ આવે કે ડ્રગ્સની હેરાફેરી પર અંકુશ માટે નજર રાખવા સરહદ પરના નાગરિકોને પણ સતર્ક રહેવાની સૂચના અપાઈ રહી છે.


comments powered by Disqus