ગઝવા-એ-હિન્દ મિશનમાં હિન્દુ યુવકોની ભરતીનો ઘટસ્ફોટ

Wednesday 08th April 2026 06:34 EDT
 

મેરઠઃ ઉત્તરપ્રદેશમાં વધુ એક આતંકી મોડ્યૂલનો પર્દાફાશ કરાયો છે, એટીએસએ મેરઠ અને આસપાસના વિસ્તારોમાં સક્રિય આ આતંકી નેટવર્કનો ખુલાસો કર્યો છે. આ વિસ્તારમાં સક્રિય આતંકીઓને પાકિસ્તાનથી સલાહ મળી હતી કે તેઓ પોતાના સંગઠનમાં હિન્દુઓને પણ સામેલ કરે, જેથી એજન્સીઓને શંકા ના જાય અને મોટા હુમલાને અંજામ આપી શકાય.
એક રિપોર્ટ મુજબ પાકિસ્તાનના હેન્ડલર્સના સંપર્કમાં રહેલો શાકીબ નામનો આતંકી ઝડપાયો હતો, જેની પૂછપરછ દરમિયાન ગઝવા-એ-હિન્દ મોડ્યૂલનો ખુલાસો થયો છે. શાકીબને પાકિસ્તાનથી આદેશ મળ્યો હતો કે, કોઈપણ સંજોગોમાં ગઝવાએ હિન્દ મિશનને અટકાવવામાં ન આવે, એજન્સીઓ અને પોલીસનું ધ્યાન ભટકાવવા સંગઠનમાં હિન્દુઓને પણ સામેલ કરવામાં આવે. આદેશ મુજબ શાકીબે બે હિન્દુ યુવક વિકાસ અને લોકેશને નાણાંની લાલચ આપીને સંગઠનમાં સામેલ કર્યા હતા. જે પૈકી વિકાસને ઝાહીદ અને લોકેશને સલીમના કોડનેમ અપાયાં હતાં.


comments powered by Disqus