અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ ગુરુવારે હનુમાન જયંતીના પવિત્ર અવસરે પરિવાર સાથે અયોધ્યામાં રામલલ્લાનાં દર્શન કર્યાં હતાં. તેમની સાથે પત્ની ડો. પ્રીતિ અદાણી, પુત્ર કરણ અદાણી અને પુત્રવધૂ પરિધિ અદાણીએ પ્રભુ શ્રીરામના આશીર્વાદ લીધા હતા. વિધિ-વિધાનથી પૂજા-અર્ચના બાદ અદાણી પરિવારે આરતી કરી હતી. દર્શન બાદ ગૌતમ અદાણીએ તેને અત્યંત ગર્વ અને લાગણીસભર ક્ષણ ગણાવતાં કહ્યું કે, પ્રભુ રામના આદર્શો રાષ્ટ્રના વિકાસ માટે માર્ગદર્શક છે.

