ચૈત્રી પૂનમે ચોટીલામાં 5 લાખથી વધુ શ્રદ્ધાળુ ઊમટ્યાઃ અફરાતફરી સર્જાઈ

Wednesday 08th April 2026 05:46 EDT
 
 

ચોટીલાઃ ચૈત્રી પૂનમ એટલે શક્તિની આરાધનાના પવિત્ર દિવસે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે બિરાજમાન મા ચામુંડાનાં ચરણોમાં શિશ ઝુકાવવા 5 લાખથી વધુ ભક્તોનું મહેરામણ ઊમટી પડ્યું હતું. કાળઝાળ ગરમી વચ્ચે પહોંચેલા માઇભક્તોના ધસારાથી અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી.
ખૂબ મોટી સંખ્યામાં ભક્તો એકસાથે એકત્ર થઈ જતાં ધક્કામુક્કીની સ્થિતિ સર્જાઈ હતી. પરિણામે ડુંગર પર જવાના દરવાજા બંધ કરવા પડ્યા હતા. આ સ્થિતિમાં ભક્તોએ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાના બદલે ડુંગરની આડશ અને પથરાળ રસ્તેથી જોખમી રીતે ચઢાણ શરૂ કર્યું હતું.
ચૈત્રી પૂનમે ચોટીલા ડુંગર પર ધજા ચડાવવાનું વિશેષ મહત્ત્વ હોવાથી રાજ્યભરથી હજારો ભક્તો પગપાળા ચોટીલા પહોંચ્યા હતા. વિરમગામ-લખતર-સુરેન્દ્રનગર હાઇવે પદયાત્રીઓથી ભરાઈ ગયા હતા, જેમની સેવા માટે સેવાભાવી યુવાનો અને સંસ્થાઓ દ્વારા 150થી વધુ સેવા કેમ્પ શરૂ કરાયા હતા.


comments powered by Disqus