જૂનાગઢ, ગોંડલ યાર્ડમાં કેસર કેરીના આગમનનાં શ્રીગણેશ

Wednesday 08th April 2026 05:47 EDT
 
 

ગોંડલ: જૂનાગઢ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગીરની કેસર કેરીની આવકનો વિધિવત્ પ્રારંભ થઈ ગયો છે. જો કે સિઝનની શરૂઆતમાં જ કેરીના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે. વાતાવરણમાં આવેલા પલટા, માવઠું અને આંબામાં ફેલાયેલા રોગચાળાને કારણે આ વર્ષે કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે. દરમિયાન માવઠા વચ્ચે પણ કેસર કેરીના આગમનથી સ્વાદરસિકોમાં ખુશીની લહેર ફેલાઈ છે.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના વેપારીઓના જણાવ્યા પ્રમાણે યાર્ડમાં કેરીનાં શ્રીગણેશ 22 માર્ચથી થયાં છે. શરૂઆતના દિવસે માત્ર 58 બોક્સની આવક થઈ હતી, જ્યારે હવે 800થી વધુ બોક્સની આવક નોંધાઈ છે. અત્યાર સુધીમાં કુલ 3200 જેટલાં બોક્સ આવ્યાં છે. બજારમાં 10 કિલોના ભાવ રૂ. 500થી 2000 સુધી રહ્યા છે.


comments powered by Disqus